ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ની આત્મકથા પર નિબંધ Autobiography of a Candidate who lost an election Essay in Gujarati

ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ની આત્મકથા પર નિબંધ Autobiography of a Candidate who lost an election Essay in Gujarati:

“સમય સમય બલવાન હૈ નહિ મનુષ્ય બલવાન,
કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાણ.”

Autobiography of a Candidate who lost an election Essay in Gujarati

ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ની આત્મકથા પર નિબંધ Autobiography of a Candidate who lost an election Essay in Gujarati

જે મતવિસ્તારમાંથી હું છેલ્લી ચારચાર ચૂંટણીઓ જીતતો આવ્યો છું એ જ મતવિસ્તારમાંથી આ વખતે મારી સખત હાર થતાં મને પ્રચંડ આઘાત લાગ્યો છે. હું ઓછા મતે હાર્યો હોત તો મને થોડું આશ્વાસન રહેતા પરંતુ આ વખતે તો મેં મારી ડિપૉઝિટ પણ ગુમાવી દીધી છે !

છેલ્લી ચારે ચૂંટણીઓમાં સારા એવા મતોની સરસાઈથી મારી જીત થઈ હતી. તેથી આ વખતે પણ મારા પક્ષે મારી બેઠક અન્ય ઉમેદવારને ફાળવવાનો વિચાર સુદ્ધાં નહોતો કર્યો. મને ટિકિટ મળ્યા પછી મેં મારા મતવિસ્તારમાં પ્રચાર કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. મારા ચૂંટણીપ્રચાર માટે મેં ઘણા કાર્યકરોને રોક્યા હતા અને ઠેરઠેર પ્રચારકેન્દ્રો ખોલ્યાં હતાં. પ્રચાર માટે ઠેરઠેર બૅનર્સ પણ લગાવડાવ્યાં હતાં. મારા વિસ્તારમાં મેં અનેક ચૂંટણીસભાઓ પણ યોજી હતી. એ ચૂંટણીસભાઓમાં મોટામોટા નેતાઓએ મારી તરફેણમાં જોરદાર ભાષણો આપ્યાં હતાં. મારા પક્ષના કાર્યકરો માટે મેં રાત-દિવસ ભોજનાલયો ચલાવ્યાં હતાં. મારા કાર્યકરોએ રાત-દિવસ જોયા વગર સતત મારો ચૂંટણીપ્રચાર કર્યો હતો. હું જાતે મારા મતવિસ્તારમાં ઘેરઘેર ફર્યો હતો. ઠેરઠેર લોકોએ મારું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. બધાંએ મને જ મત આપવાનું વચન પણ આપ્યું હતું. ચૂંટણીની આગલી રાત્રે ખાનગીમાં નાણાં, સાડી, ધોતી અને દારૂની રેલમછેલ કરવી પડે છે. મેં એમાંય કોઈ કમી રાખી ન હતી છતાં હું આ વખતની ચૂંટણીમાં હારી ગયો છું. મારા અંદરના જ માણસોએ મારી સાથે વિશ્વાસઘાત ક્ય, સ્વાર્થી તત્ત્વોએ મારા લાખો રૂપિયાના ખર્ચ પર પાણી ફેરવી દીધું. જેમને હું મારાં માનતો હતો તેઓ રાતોરાત પારકાં થઈ ગયાં.

ચૂંટણીના આ અણધાર્યા પરિણામે મને વિચારતો કરી મુક્યો. મારા પક્ષનું કોઈ ન હતું ત્યારે પણ હું સહેલાઈથી ચૂંટણી જીતી શક્યો હતો. આ વખતે પણ મેં મોજું ચૂંટણીપ્રચારમાં કોઈ કસર રાખી ન હતી તો પછી હું કેવી રીતે હારી ગયો? આત્મચિંતન કરવાથી મને ચોક્કસ જણાયું કે લોકો છેલ્લા પાંચ વર્ષથી મારા પક્ષની નીતિરીતિઓથી નારાજ થઈ ગયા હતા, મારા પક્ષની સરકારે તેના પાંચ વર્ષના શાસનકાળમાં ભ્રષ્ટાચાર કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું. મારા પાના નાનામાં નાના સભ્યો પણ ભ્રષ્ટાચાર આચરતા હતા. એમણે જુદીજુદી વિકાસ યોજનાઓના નામે લાખો રૂપિયા ઘરભેગા કર્યા હતા. વિકાસનાં કામો કહેવા પૂરતાં અને ફક્ત કાગળ પ૨ થયાં હતાં. આ સમય દરમિયાન જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ અને શિક્ષણ મોંઘાંદાટ થઈ ગયાં હતાં. સત્તાના કેફમાં હા કેમાં સામાન્ય માણસને ધરાર વીસરી ગયા હતા.

છેલ્લા પાંચ વર્ષમાં મારી નીતિ પણ બદલાઈ ગઈ હતી. પહેલાં હું દર અઠવાડિયે લોકસંપર્ક માટે નીકળતો હતો. સમય જતાં મારો લોકસંપર્ક ઘટતો ગયો. છેલ્લા વર્ષમાં તો હું મારા મતવિસ્તારના લોકોને બિલકુલ મળ્યો જ નહોતો. તેમના પ્રશ્નો તરફ પણ મેં પૂરતું ધ્યાન આપ્યું નહોતું. સાચું કહું તો મેં પણ બીજા નેતાઓની જેમ ભ્રષ્ટાચાર આચય હતો. કદાચ મને લોકોએ મારાં કુકમોંનો જ બદલો આપ્યો હશે.

મને જાણવા મળ્યું છે તે પ્રમાણે મારા પાના કાર્યકરોએ મારી વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. આજે મતદારો પણ જાગ્રત થઈ ગયા છે. અમુક મતદારો અભણ હશે પરંતુ તેઓ ભોટ નથી, તે કોઈ પણ ઉમેદવારને પોતાનું મન કળાવા દેતા નથી. આથી ભલભલાની ગણતરીઓ પણ ઊંધી વળી જાય છે. મતદારો પોતાનો મત સમજપૂર્વક જ આપે છે. ચૂંટણીપ્રચાર દરમિયાન જે કંઈ વહેંચાય, તે બધું લઈને પણ એ તમને મત ન પણ આપે.

મને હવે એ સમજાઈ ગયું છે કે જનતા જનાર્દન પોતાના પ્રતિનિધિ પાસેથી દામ નહિ પણ કામ માગે છે. કોઈ પણ ઉમેદવારે જનતાને મૂર્ખ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. ખેર ! મારી પરસેવા વગરની કમાણી, ચૂંટણીપ્રચારમાં સમાણી. મને હારવાનો હવે કોઈ હરખ શોક નથી. હવે પછી હું ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો પણ નથી. આ વખતની ચૂંટણીનાં પરિણામોએ મારી આંખ ઉઘાડી દીધી છે. હા, સમાજસેવાનાં કામો જરૂર કરતો રહીશ, હું જનતાની વચ્ચે રહીને જનતાનાં કામો કરીશ. મારી આ હાર પરથી બીજા ઉમેદવારો કોઈક બોધપાઠ મેળવશે તોપણ હું મારી જાતને ધન્ય માનીશ.Share: 10

About Author:

Hello, My name is Rakesh More. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment