હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati

હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati: હાસ્ય એક ઉત્તમ ઔષધ છે. હાસ્ય એક સારી કસરત પણ છે.

જીવનના માર્ગ પર હંમેશાં ફૂલો વેરાયેલાં હોતાં નથી. આ માર્ગ પર ક્યારેક કાંટા પર ચાલવાનો પણ વખત આવે છે. આધુનિક યુગમાં મનુષ્યને અનેક પ્રશ્નો મૂંઝવતા રહે છે. આથી તે સતત તાણ (tension) અનુભવે છે. સમસ્યાઓથી ભરેલા જીવનમાં, તાણમાંથી રાહત મેળવવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય હાસ્ય છે.

the Art of Laughing Essay in Gujarati

હસવાની કળા પર નિબંધ the Art of Laughing Essay in Gujarati

નિષ્ણાત ડૉક્ટરોના મત પ્રમાણે મોટા ભાગના રોગો આપણા નાદુરસ્ત મનના કારણે થતા હોય છે. મન અસ્વસ્થ હોય તો તેની શરીર પર માઠી અસર થાય છે. ખડખડાટ હસવાથી આપણાં ફેફસાંમાં ઘણો પ્રાણવાયુ જાય છે અને શરીર તંદુરસ્ત રહે છે. ચિંતાના કારો સ્વભાવ ચીડિયો બની જાય છે. ચીડિયો સ્વભાવ કોઈને ગમતો નથી. જ્યારે હાસ્ય વૈરતો ચહેરો સૌને ગમે છે. સામાન્ય જીવનમાં પણ જે રમૂજી સ્વભાવ ધરાવે છે, જે હસતો રહે છે તેના અનેક મિત્રો હોય છે. તે પોતાનું કામ ઘણી સરળતાથી પાર પાડી શકે છે. હસમુખા સ્વભાવનો માનવી ગમે તેવી આફતમાં પણ સ્વસ્થ રહી શકે છે અને આફતમાંથી ઉગરવાનો માર્ગ શોધી શકે છે. કહેવત છે કે ‘હસે એનું ઘર વસે’. આજે ઘણાં શહેરોમાં ‘લાફિંગ ક્લબો’ શરૂ થઈ છે અને સવાર-સાંજ તેના કાર્યક્રમો ચાલે છે. ટીવી પર પણ હાયના કાર્યક્રમો વધારે લોકપ્રિય થતા હોય છે. આવા કાર્યક્રમો દ્વારા વર્તમાન જીવનની સમસ્યા તેમજ રાજનીતિ પર કટાક્ષ સાથે હળવા પ્રહાર થાય છે.

આપણા જીવનમાંથી હાય વિલાઈ જાય તો આપણું જીવન નીરસ બની જાય. નીરસ જીવન આપણા માટે અને બીજાના માટે પણ બોજારૂપ બની જાય. આપણા જીવનમાંથી હાસ્ય વિલાઈ ન જાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં આપણે સ્વસ્થ રહેતા શીખવું જોઈએ. આપણે હંમેશાં હકારાત્મક વલણ રાખવું જોઈએ. ‘ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે’ એવો દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ તો જ આપણું હાસ્ય વિલાઈ જતું અટકશે.

આપણે કોઈની મજાક કરીને કે તેને ઉતારી પાડીને કે તેના દિલની લાગણી દુભાય તેવું વર્તન કરીને હસવું ન જોઈએ કે ન કોઈને હસાવવા જોઈએ. આપણું હાસ્ય હંમેશાં નિખાલસ, કોઈ ડંખ વિનાનું અને નરવું હોવું જોઈએ .

આપણે આપણી જાત પર પણ હસી લેતાં શીખવું જોઈએ. મહાન હાસ્ય લેખક જ્યોતીન્દ્ર દવે પોતાની જાત પર હસી લેતા, મહાન કલાકાર ચાર્લી ચેપ્લિન પણ પોતાની જાત પર હસી લેતા. આથી જ આવા લોકો લોકપ્રિય બન્યા હતા. જે સહનશક્તિ કેળવી શકે તે જ પોતાની જાત પર હસી શકે.

આપણે જીવનમાં હસવાની કળા હસ્તગત કરીએ, પરંતુ તેની સાથે આપણે નીચેની, પંક્તિ પણ યાદ રાખીએ:

“હસો હસો સમય છે હજી લ્યો હસી,
પરંતુ હસવા સમી ના બનાવશો જિંદગી.”Share: 10

About Author:

Hello, My name is Rakesh More. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment